ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કેમ્પએરીમાંથી થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બાન્ય પશ્ચિમ કચ્છ ભુજ 

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોઘલીયા અને સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધીક્ષક સૌરભ સિંધ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ઘરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ . આઈ.એચ.હિંગોરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , કેમ્પ એરીયા મધ્યે આવેલ પીરવાળી શેરી ખાતે રહેતો સુનીલ જીગરભાઇ નટ ભુજીયા રીંગ રોડ પર આવેલ જાવેદભાઇના વાડા પાસે ફુટપાથ પર ઉભેલ છે અને મજકુર ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલ વેંચવાની ફીરાકમાં છે અને મજકુરની હીલચાલ શંકાસ્પદ જણાય છે . જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ મળી આવેલ નેજુ નામ - ઠામ પુછતા પોતે - પોતાનું નામ સુનીલ જીગરભાઇ નટ , ઉ.વ. ૨૨ રહે જનતાનગરી , પીરવાળી શેરી , કેમ્પ એરીયા , ભુજ વાળો હોવાનું જણાવેલ મજકુર ઇસમની ઝડતી તપાસ કરતા તેના કબ્જા માંથી બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા રોકડા રૂપીયા ૨૨૫૦ / - મળી આવેલ જે રોડકા રુપીયા તથા મોબાઇલ ફોન બાબતે પુછ - પરછ કરતા મજકુર ઇસમ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી મજકર ઇસમની યુક્તિ –પ્રયુક્તિથી પુછ - પરછ કરતા મજકુર ઇસમે ગઇ તા .૩૦/૦૭/ ૨૦૨૨ ના રાત્રીના સમયે પોતાના ઘરની બાજુમાં રહેતા મનુભાઇ હેમજીભાઇ પટ્ટણીના રહેણાંક મકાન માંથી સદર મોબાઇલ પૈકી વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા રોકડા રૂપીયા ૨૧,૦૦૦ / - ની ચોરી કરેલાની કબુલાત કરેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદામાલ શક પડતી મિલકત તરીકે સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ - ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર " બી " ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે . 

પકડાયેલ આરોપી - સુનીલ જીગરભાઇ નટ . ઉં.વ. રર રહે . જનતાનગરી , પીરવાળી શેરી , કેમ્પ એરીયા , ભુજ 

કબ્જે કરેલ મુદ્દામાલ . · મોબાઈલ ફોન નંગ- ૦૨ કી.રૂ. ૫૦૦૦ / રોકડ રૂા .૨૨૫૦ / 

શોધી કાઢેલ ગુનો - ભુજ શહેર બી ડિવિ . પો.સ્ટે . પાર્ટ એ ગુ.ર.નં .૮૧૭ / ૨૦૨૨ , આઇ.પી.સી. કલમ – ૪૫૭ , ૩૮૦