એકલવ્ય મોડલે રેસીડેન્સી સ્કૂલમાં ધોરણ 11 અને 12નું વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં પણ આપવામાં આવી રહ્યું છે.
---
અમરેલી તા.૦૮ ઓગસ્ટ, ૨૦૨૨ (સોમવાર) દેશની વસ્તીના આઠ ટકા જેટલી વસ્તી આદિવાસી વિસ્તારમાં રહે છે. આદિવાસીઓ જ માનવતાનો પાયો છે.સાદગી, સંકટો સાથે જીવનમાં તાલમેલ કેવી રીતે જાળવી શકાય તે આદિવાસી પરંપરાથી શિખી શકાય છે. આદિવાસીઓ ઉત્સવપ્રિય છે, મેળાઓ તહેવારો, ધનધાન્ય- પાકની પૂજા અને ઉજાણીએ એમની આગવી ઓળખ છે. ધરતીમાતાનું પૂજન ખેડ કરતી વખતે હળ બળદનું પૂજન, ઉગતા સૂર્યનું પ્રકૃતિ- પર્યાવરણનું જતન સાથે સાથે ધન ધાન્યનું પૂજન, કણ કણની સાચવણી ખળામાંથી પકવેલું અનાજ કોઠારમાં ભરતી વખતે પુરા ભાવ સાથે શ્રીફળ અગરબત્તી કરીને દેવી-દેવતાને નમન કરીને શ્રીગણેશ કરીને જ ભરે છે. અતિથિ સત્કારમાં આદિવાસી અવલ્લ નંબરે છે. લાગણી પ્રેમ-ભાવ આદર-સત્કાર તેમના લોહીના DNAમાં રહેલું છે. શબરીબાઇ ભીલ આદિવાસીના બોર, ભાવ-ભકિત- આસ્થા વિશ્વાસ વાસ્તવમાં પરિણમે છે. ભગવાન શ્રીરામ, શબરીની ઝૂંપડીએ શબરીના ચાખેલા બોરને પ્રેમથી આરોગી સમગ્ર માનવ જાતને એકતાનો સંદેશ પાઠવ્યો હતો. અંગ્રેજો સામે લડાઇમાં આદિવાસીઓએ આઝાદી મેળવવામાં અનેક લોકોએ શહીદી વ્હોરી છે જેનો ઇતિહાસ ઉજળો છે.
આદિવાસી સમાજનો વિદ્યાર્થી પણ સમાજના વિકસિત તબક્કા સાથે તાલ મિલાવતો થાય અને આદિવાસી સમુદાયનો વિદ્યાર્થી-સમગ્ર સમાજના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાતિ વિદ્યાર્થી સાથે દરેક ક્ષેત્રમાં હરીફાઈ કરતા થાય તેવી રાજ્ય સરકારની નેમ રહી છે. આ માટે આદિવાસી વિસ્તારમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સી શાળાઓ કાર્યરત છે. જેમાં ધોરણ 6 થી 12 માં 1483 આદિવાસીઓ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે.1483 વિદ્યાર્થીઓમાં 716 કન્યાઓ અને 767 કુમારનો સમાવેશ થાય છે.
એકલવ્ય મોડલે રેસીડેન્સી સ્કૂલમાં ધોરણ 11 અને 12નું વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં પણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં ભૌતિકશાસ્ત્ર,રસાયણશાસ્ત્ર, અને જીવવિજ્ઞાનની લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. ઉપરાંત કોમ્પ્યુટર લેબોરેટરી, એક્ટિવિટી હોલ, પુસ્તકાલય, ઓડિટોરિયમ, સંગીત રૂમ સહિતની આંતરમાળખાકીય સુવિધાથી એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ સજ્જ છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક,સ્ટેશનરી,પ્રવાસ ફ્રી,પરીક્ષા ફી, ભૌતિક સાધનો, અન્ય દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને બે ટાઈમ જમવાની સાથે બે ટાઈમ નાસ્તો ઉપરાંત બે ટાઈમ દૂધ અને ફળ પણ આપવામાં આવે છે.
પુનિયાવાંટ ખાતેની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓ કહે છે કે અહીંયા શૈક્ષણિક સુવિધાઓની સાથે રહેવા-જમવાની ઉત્કૃષ્ઠ વ્યવસ્થા મળે છે. આ પહેલા પ્રાથમિક શાળાઓમાં જે સુવિધા અને શિક્ષણ મળતું હતું તેના કરતાં વધારે સારું શિક્ષણ અને સુવિધા મળતી થઈ છે. જે અમારી કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થઈ રહ્યું છે.
તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા વન, વસુધા, વૃક્ષોના શાહવાસી વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે ચિંતા અને ચિંતન કર્યું છે. એમણે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસનું નક્કર આયોજન હાથ ધર્યું. આજથી સવા બે દાયકા પૂર્વ જો ગુજરાતના વન વિસ્તારમાં જવાનું થયું હોય તો રસ્તાઓ થકવી નાખે એવા હતા. વનબંધુઓનું અભાવગ્રસ્ત જીવન દયનીય હતું. પાણી, વીજળી, શાળાઓ, આરોગ્ય સહિતની અનેક બાબતોમાં અપૂરતી સવલત ઉપરાંત કુપોષિત બાળકો, પાંખી ખેતી, રોજગારીનો અભાવ જેવી સ્થિતિ જોઈને કોઈપણ નિરાશા થાય. પણ મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની શાસનધુરા સંભાળી ત્યાર પછી આરંભાઈ વનવાસીઓની વણથંભી વિકાસ યાત્રા. વનવાસીઓ રાજ્યના વિકાસના મુખ્ય પ્રવાહમાં આવવા લાગ્યા. આજે દૂરદરાજના વનવાસી ક્ષેત્રમાં જવાનું થાય તો ગામેગામ પાકા રસ્તા ઉપર સડસડાટ દોડતા વાહનો, પાકી છતવાળી શાળાઓ, હરિયાણા ખેતરો, તંદુરસ્ત આદિવાસી બાળ, પાકા મકાનો, રોજગાર-સ્વરોજગારીની વિપૂલ તકોથી સમૃદ્ધ તથા આદિવાસી બાંધવોના ચહેરાઓ પર સ્મિત જોઈ સ્વભાવિક આનંદ થાય. આ પરિવર્તન રાતોરાત નથી થયું. આની પાછળ શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ,નકર આયોજન અને દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિનો સમન્વય છે. એના પાયામાં તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વની છાપ છે.
છેલ્લા બે દાયકામાં વનબંધુઓનો સર્વાંગી વિકાસ થયો છે. આજનો આદિજાતિ બાંધવ સામાજિક ક્ષેત્રે પણ અગ્રેસર બન્યો છે. કુંવરબાઈનું મામેરુ જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલો આદિજાતિ સમાજ વિકાસની મુખ્ય ધારામાં આવી ગયો છે. આદિવાસી બાંધવોના સમગ્રતયા વિકાસ માટે નાણાકીય જોગવાઇમાં 14 ગણો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે વર્ષ 2003 માં રૂ 208.90 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે વર્ષ 2022-23 માં રૂ. 2909 કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજ્યના આદિજાતિ હસ્ત કલાકારોની કલાકૃતિઓના વેચાણ માટે બજાર મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017 દરમિયાન 'એમેઝોન ઇન્ડિયા' સાથે MOU કરવામાં આવ્યા છે. જેથી રાજ્યના આદિજાતિ હસ્ત કલાકારોની કૃતિઓને ઓનલાઇન માર્કેટ થકી રાષ્ટ્રીય સ્તરનું વેચાણ બજાર ઉપલબ્ધ થઇ શક્યું છે.
આદિવાસી બાળકો ગુણવત્તાસભર શિક્ષણ લઇ આગળ આવે તે માટે આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ, મોડેલ સ્કૂલ, છાત્રાલયો, સમરસ છાત્રાલયો, સૈનિક સ્કૂલ. એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, ગુરુ ગોવિંદ અને બિરસા મુંડા યુનિવર્સીટીનું નિર્માણ થયું છે. આદિવાસી વિસ્તારના લોકો સાથે હંમેશા ખુલ્લા દિલે અને ખુલ્લા મને વ્યવહાર કરવામાં આવે તો આપણે માનવીયપણુ ટકાવી શકીશુ.
રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.