ચૂંટણી મેદાનમાં ઉતરેલા  ઉમેદવારો એક સાથે જોવા મળ્યા..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે જેમાં એક જગ્યાએ  ઉમેદવારો એક સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પરેશ ધાનાણી ભાજપના કાર્યાલય પહોંચ્યા હોય અને તેમની સાથે ચર્ચા કરી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યારે વધુ એક જગ્યાએ કોંગ્રેસ ભાજપ  ઉમેદવારો એક સાથે બેઠેલા જોવા મળ્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બીજેપીના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોર એક સાથે જોવા મળ્યા છે ત્યારે લોકો પણ સોસિયલ મીડિયામાં ફોટાને શેર કરી રહ્યા છે..