121 વિધાનસભા બાલાસિનોર માનસિંહ ચૌહાણ ના પ્રચાર અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી ચૂંટણી સભાને સંબોધી સભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત વીર સપૂતો આપ્યા છે દયાનંદ સરસ્વતી , સરદાર પટેલ , મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી ગુજરાતે આપ્યા છે તેનો ઉલ્લેખ કર્યો . કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં થતા કોમી રમખાણોનો ઉલ્લેખ કરી હાલમાં મોદી સરકારમાં ક્યારેય કરફ્યુ કરવાની નોબત નથી આવી તેમ જણાવ્યું . ભાજપ દ્વારા 370 , આતંકવાદ , નક્સલવાદ ને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે વિકાસનો વેગ વધ્યો છે . મોદી સરકાર દ્વારા દેશમાં વિકાસની હરણફાળ ભરી બ્રિટનને પાછળ મૂકી વિશ્વના દેશોમાં અગ્ર હરોળમાં સ્થાન મેળવ્યું છે , ચારધામ યાત્રા અને તેના રામજન્મભૂમિ સહિત યાત્રાધામ વિકાસને વર્ણવતા કોરોનાના સંકટકાળમાં દેશની પડખે ઊભા રહેનાર સંકટના સાથીને ભૂલી ના શકાય તેમ જણાવી ગુજરાતમાં ફરી એક વાર ડબલ એન્જિન સરકાર બનાવવા અપીલ કરી હતી આ સભામાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા , દાહોદ જિલ્લા પ્રભારી ભાજપા તેમજ અન્ન અને પુરવઠા નિગમ પૂર્વ ચેરમેન રાજેશભાઈ પાઠક, મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, મહિલા મોરચાના લીલાબેન અંકુરિયા તેમજ પ્રવાસી કાર્યકર્તાઓ , પદાધિકારીઓ ,જંગી જનમેદની ઉમટી પડી હતી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं