અકતેશ્વર ચોકડી પાસેથી બાયોડિઝલ ના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર પોલીસ સ્ટાફના માણસો અકતેશ્વર ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા.જે દરમિયાન એક ટેન્કર ગાડી નંબર GJ 16 AV 1734 નંબર નું ટેન્કર આવતા પોલીસ સ્ટાફના માણસોએ ગાડી રોકી તપાસ કરતા ટેન્કરમાંથી આધાર પુરાવા કે લાઇસન્સ વગર નો બાયો ડિઝલનો જથ્થો મળી આવ્યો બાયોડીઝલ જેવું પેટ્રોલિયમ વાળું પ્રવાહી ફયુલ પંપ મારફતે અન્ય વાહનોમાં ઇંધણ તરીકે ભરવાથી હવા પ્રદૂષિત થાય છે તથા વાહન ચલાવવાથી હવામા ઝેરી પદાર્થ ફેલાય તેમજ પ્રવાહી પેટ્રોલિયમ વાંસવારો હોય જે સળગી ઊઠે તેવો પ્રવાહી હોય છે જે બાબતે કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વિના માણસોની જીંદગી જોખમમાં મૂકાય તે રીતે બે દરકારી ભર્યું કૃત્ય આચરીને બાયોડિઝલ ના જથ્થા સાથે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટેન્કર ચાલક ઝડપાયો આવ્યો ગરુડેશ્વર પોલીસે બાયો ડિઝલનો જથ્થો / ટાટા કંપની નું ટેન્કર / એક ઓપો મોબાઇલ ફોન / સહિતનો મુદ્દામાલ સાથે આરોપી (1) જનાર્દનભાઇ ગણપતભાઇ જાદવ તથા (2) મિતેશભાઇ મહાદેવભાઇ લેખાણી નાઓને ઝડપી પડી બંને આરોપીઓ વિરુદ્ધ ગરૂડેશ્વર પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે