દિયોદર તાલુકાના નવા ગામના પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજર વય નિવૃત થતા સન્માન સમારોહનું આયોજન કરાયું.

  રઘુભાઈ નાઈ દિયોદર .

 નવા સમસ્ત ગ્રામજનો દ્વારા પંચાલ તેજેન્દ્રકુમાર પચાણભાઈ પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજર વય નિવૃત થતા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાલ તેજેન્દ્રકુમાર પચાણભાઈ પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજર તરીકે સતત 35 વર્ષથી સેવા આપી નિવૃત થયેલ તેમનું ગ્રામ જનો દ્વારા ફૂલો તેમજ સાલ ઓઢાડી સાફો પહેરાવી સન્માન પત્ર સાકર શ્રીફળ આપી ગ્રામજનો દ્વારા સન્માનિત કર્યા હતાઆ પ્રસંગે ઉપસ્થિત ગામના અગ્રણીઓ રણછોડભાઈ કલ્યાણભાઈ પટેલ સદગુરુ શ્રી જયંતીરામ પંચાલ ચેલાભાઈ રામસિંગભાઈ પટેલ ઈશ્વરભાઈ વીરાભાઇ નરેશભાઈ મુજી તેમજ હ મીરભાઈ પંચાલ માનસિંગભાઈ પટેલ અલ્પેશભાઈ પટેલ નરસિંહભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ભરતભાઈ ચૌધરી આ કાર્યક્રમ નું સંચાલન જામાભાઈ પટેલે કરી હતી અને આભાર વિધિ અલ્પેશભાઈ ચૌધરી એ કરેલી પ્રાસંગિક પ્રવચન નરસિંહભાઈ ચૌધરી આપેલું તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...