વઢવાણ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. તેઓએ બાબાસાહેબ આંબેડકર ચોકમાં ફુલહાર કરી ડીજે સાથે રોડ શોનો પ્રારંભ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આપના ઉમેદવાર માટે પંજાબના મુખ્યમંત્રીએ યોજાયેલા રોડ શોમાં આપના પાંચ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યો ખિસ્સા કારતું ભીડનો લાભ લઈ ખિસ્સા કાપી ગયો હોવાની ચર્ચા છે. આપના કાર્યકર્તા દ્રારા આ મામલે પોલીસને અરજી આપવામાં આવી છે.આજે આંબેડકર ચોક ખાતેથી પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. જેમાં પોલીસ સ્ટાફ પણ હાજર હતો છતાં લોકોના ખિસ્સા કપાતા ચકચાર મચી જવા પામી હતી. વઢવાણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિતેશ નાયકપરાના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડશો હતો. તે દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના રોડ શો દરમિયાન આપના ઉમેદવાર હિતેશ બજરંગ સહિતના આપના કાર્યકરોના ખિસ્સા કપાયા હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસમાં અરજી આપવામાં આવી છે.