ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ભાજપ દ્વારા જામનગર ઉત્તરની બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે જેમાં જ્યારથી રિવાબા જાડેજાને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારથી રવિન્દ્ર જાડેજાના પરિવારનો અંદરો અંદરનો ક્લેશ જાહેરમાં આવી રહ્યો છે જેમાં રવિન્દ્ર જાડેજાની બહેન અને રીવાબા જાડેજાની નણંદ નયનાબા જાડેજાના વિરોધ બાદ રવિન્દ્ર જાડેજાના પિતા અને રીવાબા જાડેજાના સસરા તેઓની વિરોધમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે જેમાં રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરતો વિડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે  જેમાં  એક તરફ રવિન્દ્ર જાડેજાના બહેન નયબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યાં છે. ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ તેમના નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે. હવે નણંદ બાદ સસરા પણ તેમની વિરૂદ્ધમાં પ્રચાર કરી રહ્યાં છે. નયનાબા અનેક વાર રિવાબા પર આરોપ અને આક્ષેપો પણ કર્યો છે જામનગર ઉત્તરની સીટ પરથી ભાજપના રિવાબા જાડેજા, કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના કરશનભાઈ કરમૂર વચ્ચે જંગ છે.