ખંભાળીયા.તા.૨૯, ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા *મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.*