https://youtu.be/JkhPWPnhqEg
*ધાનેરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચાવી અર્પણ કરવામાં આવી
*ધાનેરા બી.આર.સી.ભવન ખાતે આજે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રૂડાભાઈ રબારીની ઉપસ્થિતિમાં યોજાયેલ અમૃત આવાસોત્સવ નિમિતે ચીફ ઓફિસરે આજે જાત નિરીક્ષણ કરી ઉપસ્થિત લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ધાનેરા શહેરમાં કુલ 578 પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાથી 25 પ્રમાણપત્રો અને 5 આવાસોની ચાવીઓનું લોકાર્પણ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અનિલભાઈ દરજી, ધાનેરા શહેરના ભાજપના મહામંત્રી તરૂણભાઈ મોદી.ભાજપના પ્રકાશભાઈ મહેતા,પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારી અરવિંદભાઈ.ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ જીતુભાઈ મહેતા,અરજણભાઈ ગોહીલ, કિશોરભાઈ બારોટ, દિનેશભાઈ સોલંકી,કસ્તુરભાઈ, રાજુભાઈ,નગરપાલિકાના સમગ્ર કર્મચારીઓ તેમજ ખૂબજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા*
અહેવાલ
હિતેશભાઈ પુરોહિત