મહેસાણા : મહેસાણા શહેરમા આવેલા પરા વિસ્તારમાં અગાઉ આપેલા પૈસા પરત લેવા ગયેલા શખ્સ પર ત્રણ જેટલા ઈસમોએ લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર મામલે હાલમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મૂળ ભાસરિયા ગામનો પરમાર મનીષ જે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ગુજસીટોકના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જે પેરોલ પર છુટી પોતાના ઘરે આવ્યો હતો. ત્યારે મનીષ પરમારને મહેસાણાના પરા વિસ્તારમાં રહેતા માળી રમેશ ભાઈ સોમાભાઈને અગાઉ ઉછીના આપેલા રૂપિયા લેવા પોતાના મિત્ર સાથે ગયો હતો.ત્યાં આરોપી રમેશ માળીના ઘરે પૈસા માંગવા જતા તેઓ ઉશ્કેરાઈ જઇ ફરિયાદી મનીષ પરમાર પર જાતિવિષયક અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી બાદમાં લોખંડની પાઇપ લઈ ફરિયાદી પર તૂટી પડ્યો હતો.
આરોપીનું ઉપરાણું લઈ અન્ય બે અજાણ્યા ઈસમો પણ ત્યાં આવી ને ફરીયાદી ને ધોકાઓ મારી ઘાયલ કરી મુક્યો હતો.બાદમાં ફરિયાદીનો મિત્ર વચ્ચે પડી વધુ માર મારતા છોડાવ્યો હતો અને 108 મારફતે મહેસાણા સિવિલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરિયાદી ને દાઢીના ભાગે અમુક ટાંકા આવ્યા હતા. બાદમાં ફરિયાદીએ હુમલો કરનાર રમેશ સોમાભાઈ માળી અને અન્ય બે ઈસમો વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવી હતી.