ગુજરાતમાં મતદાન નો દિવસ નજીક આવતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર પણ અત્યારે તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્રની એક નવતર પહેલ જોવા મળી છે. ગત વિધાનસભામાં ચૂંટણીમાં ઓછું મતદાન થવું હોય એવા વિસ્તારોમાં મતદારોને કંકોત્રી દ્વારા મતદાન કરવા નું નિમંત્રણ પાઠવાયું છે.જોકે પત્રિકામાં ભાવભર્યું નિમંત્રણ માં જણાવ્યા અનુસાર આપણા સ્વતંત્ર વીરોના આશીર્વાદ અને ભારતના સંવિધાનની અસીમ કૃપાથી આપણને સૌને લોકશાહીની અમૂલ્ય ભેટ તથા લોકશાહીને ધબકતી રાખવા મતદાનનો પવિત્ર અધિકાર મળ્યો છે.ત્યારે લોકશાહીના ઉત્સવ સમાન રૂડો અવસર એટલે ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ નો કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રની યોજાનાર ચૂંટણીના પવિત્ર અવસરમાં આપ સમયસર પધારી તમેં અને તમારા પરિવારજનોને મત અધિકારીનો પવિત્ર હકનો ઉપયોગ કરી લોકશાહીના ભાગીદાર થઈ યોગદાન આપો તેવું નિમંત્રણ પાઠવવામાં આવી છે.અવસર નું આંગણું મતદાન મથક તેમજ અવસરની તારીખ ૫/૧૨/૨૨ સમય સવારે આઠથી પાંચ કલાકે,, લગ્ન પ્રસંગમાં જેમ ટહુકો મૂકવામાં આવતો હોય છે.તેમ આ પત્રિકામાં પણ એક ટહુકો મૂકવામાં આવ્યો છે ટહુકામાં લખ્યું છે સૌ મારા બનાસના જાગૃત મતદારો અવસર છે લોકશાહીનો માહોલ છે ચૂંટણીનો મારો તમારો સૌનો અધિકાર છે મત આપવા જરૂર જરૂરથી પધારજો ભૂલતા નહીં હો કે...