સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર વાહનો બેફામ ગતિમાં ચાલી રહ્યાં છે અને નિર્દોષ લોકોના પ્રાણ હરી રહ્યાં છે. જેમાં અકસ્માત સર્જી અને પલાયન થઈ જવાની અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે ચોટીલા તાલુકાના ચોબારી ગામના પાટીયા પાસે ચાલીને જતા જૈનસરા ગામના યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.યુવાનને ચોટીલા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી પરિવારમાં યુવાનના મૃત્યુના સમાચાર સાંભળતા ભારે શોકની લાગણી છવાઈ છે. ત્યારે તાત્કાલિક અસરે ચોટીલા પોલીસને જાણકારી મળતા ચોબારી ગામના પાટીયા પાસે પહોંચી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામના પાટીયા પાસે જૈનસરા ગામના યુવાન મહેશ ધીરુભાઈ (ઉંમર વર્ષ 26)ચાલીને પસાર થઈ રહ્યા હતા.અજાણ્યા વાહનના ચાલકે મહેશને અડફેટે લઈ અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેમનું સારવાર મળે તે પહેલાં જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. ચોટીલા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઘટના અંગે તાત્કાલિક અસરે ચોટીલા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
ચોટીલા તાલુકાના ચોબારી ગામના પાટીયા પાસે ચાલીને જતા જૈનસરા ગામના યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો:ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું
