જૂનાગઢમાં એપાર્ટમેન્ટના પાર્કિંગ, અગાશીમાં જુગાર દરોડામાં ૧૬ મહિલા સહિત ૨૦ શખસો ઝડપાયા

 જૂનાગઢ  :જૂનાગઢમાં શ્રાવણીયા જુગાર પર પોલીસના દરોડામાં જોશી પરા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અને ઝાંઝરડા રોડ પર એપાર્ટમેન્ટની અગાસી પર જુગાર રમતા ૧૬ મહિલા અને ચાર પુરુષો મળી દોઢ ડઝન થી વધુ જુગારીઓને૨૦, ૦૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી જૂનાગઢમાં જોષી પરા ઓધડ નગર વિસ્તારમાં રાજપથ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતો હોવાની બાદમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાંદનીબેન હિતેશભાઈ બોરાસણી, હર્ષાબેન પિનાકીનભાઈ માખેસણા, આશાબેન કિશોરભાઈ મેંદપરા, પીનલબેન કશ્યપભાઈ ભૂત, રસમિતાબેન અશ્વિનભાઈ સાવલિયા, સ્મિતાબેન અરવિંદભાઈ આડોદરિયા, નીલાબેન મુકેશભાઈ હિંગુ, પિનાકીનભાઈ અરવિંદભાઈ માખેસણા અને મુકેશભાઈ ભગવાનદાસભાઈ હિંગુને૧૪, ૬૭૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.     તો બી ડિવિઝન પોલીસે જુગારના બીજા દરોડામાં ઝાંઝરડા રોડ પર સ્વપન સૃષ્ટિ બી એપાર્ટમેન્ટ ની અગાસી પર જુગાર રમતા૯  મહિલા અને બે પુરુષો મળી કુલ ૧૧ ને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. 

​​​​​​​

આ અંગે બી ડિવિઝન પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા રોડ પર સ્વપન સૃષ્ટિ બી એપાર્ટમેન્ટ ની અગાસી પર જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા શીતલબેન દિલીપભાઈ મેઘપરા, ભાવનાબેન પંકજભાઈ કાલરીયા, વિલાસબેન સુભાષભાઈ જીવાણી,ટી કલ રજનીભાઈ વેગડા, પ્રફુલાબેન જીગ્નેશભાઈ ખાંટ, સંગીતાબેન નિલેશભાઈ ભૂત, ઉષાબેન વિનયભાઈ ફળદુ, લીલાબેન અશોકભાઈ નાથાણી, હેમાલીબેન ચિરાગભાઈ ગોંધીયા અને મયુરભાઈ ધનજીભાઈ મકવાણા તથા ચિરાગભાઈ સુભાષભાઈ જીવાણીને પોલીસે૭,૫૬૦ ની રોકડ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર ...વિપુલ મકવાણા અમરેલી