ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ કોંગ્રેસે હોર્ડિગસનો સહારો લીધો છે. જેમાં ભાજપના ડબલ એન્જીન સરકાર', સપના સાકાર,. અભિયાન સામે 'કોંગ્રેસનું કામ બોલે. છે' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સિહોર સહિતના શહેરોમાં બંને રાજકીય પાર્ટીઓના કેમ્મઈનના હોર્ડિંગ્સ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. જેમાં '20 વર્ષનો વિકાસ' બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ “ડબલ એન્જીન સરકાર' સપના સરકાર ના સ્લોગન હેઠળ કૅંપેઇન શરૂ કર્યું છે.. ગુજરાતમાં ભાજપનું 27 વર્ષનું સાશન અને 2014 માં કેન્દ્ર માં ભાજપ સરકાર બન્યા બાદ બંને સરકારના પ્રયતો થકી ગુજરાતને થચેલ લાભ કેમ્પેઇન રજૂ કરાયા છે. કેન્દ્ર સરકારની મુદ્રા ચોજનાથી નાના ઉધોગોને આર્થિક મદદ, આવાસ યોજનાથી લાખો પરિવારોને ઘરનું ઘર, આયુષ્યમાન ભારત યોજના થકી રાજ્યના લાખો નાગરિકોને આરોગ્ય કવચ સહિતની યોજનાઓનો ઉલ્લેખ તેમજ એઇમ્સ હોસ્પિટલ, દેશની પ્રથમ બુલેટ ટ્રેન, ગિફ્ટ સીટી ઉલ્લેખ કરાયો છે.. ભાજપે અગાઉ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં “ડબલ એન્જીન સરકાર કેમ્પઈનમાં સફળતા મળી હતી.. કોંગ્રેસનો હોર્ડિંગ્સ પ્રચાર ભાજપ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી લઈને પ્રજા સમક્ષ જઈ રહ્યુછે તો 27 વર્ષ પહેલાં કૉંગ્રેસ સરકારની કામગીરી અને. 1960 માં રાજ્યની સ્થાપના બાદ કેવી રીતે ગુજરાત દેશનુંગ્રોથ એન્જીન બન્યું એ વાત “કોંગ્રેસનું કામ બોલે છે' થકી લઈ જઈ રહ્યું છે. જેમાં શિક્ષણમાં 30,000 સરકારી જાળાઓથી માંડીને ઉચ્ચતમ શૈક્ષણિક સંસ્થાન, મકત કન્યા કેળવણી, મધ્યાહન ભોજન યોજનાના ઉલ્લેખ સાથે 'ગુજરાતમાં શિક્ષણના વિકાસમાં કોંગ્રેસના સંનિષ્ઠ પ્રયાસ બોલે છે કોંગ્રેસનું કામ બોલે છે ના સ્લોગન સાથે પ્રચાર શરૂ કર્યો છે..