યોજાઈ રહેલ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતની મીટ બનાસકાંઠાની થરાદ વિધાનસભા ઉપર છે..

(મેરૂજી પ્રજાપતિ)

જેનેલઈ રાજકીય સમીક્ષકો સાથે મતદારોપણ સમીક્ષક બની ગામે ગામ ચૂંટણીની ચર્ચાઓ ચલાવી રહ્યાછે. ત્યારે થરાદબેઠક ઉપર મારવાડી પટેલોના નિર્ણાયક મત શંકરભાઈચૌધરીને મળશે અને શંકરભાઈ મંત્રી બન્યા પછી મારવાડી સમાજનું રાજકીય અને સહકારી ક્ષેત્રે ઉદય થશે તેવું કહેવાય છે. થરાદબેઠક ઉપર દેશીપટેલ(ડી.પી.) અને મારવાડીપટેલ(એમ.પી.) ના નિર્ણાયક મતોનું પ્રભુત્વ રહેલછે.રાજકીય અને સહકારી ક્ષેતે ડી.પી. સમાજનો દબદબો રહ્યોછે.જેને લઈ ભૂતકાળમાં એમ.પી.સમાજે તેમના એકમાત્ર પ્રતિનિધિ પૂર્વ ધારાસભ્ય,પૂર્વમંત્રીશ્રી માવજીભાઈ પટેલને પોતાના સર્વમાન્ય ઉમેદવાર ઘોષિતકરી વારંવાર ચૂંટણી લડાવેલ છે. અને માવજીભાઈ પટેલે મરિણીયા પ્રયાસ કરી હુમરૂ પણ તનેરાંડ કરૂં. ની કહેવતને યથાર્થ ઠેરવી પોતેભલેજીતે કે હારે હરીફોને હરાવ્યા છે. ત્યારે થરાદ વિધાનસભા બેઠક ઉપર શંકરભાઈ ને વીજયી બનાવવા મારવાડી સમાજસક્રિય બનેલછે. શંકરભાઈ વિજયી બન્યાપછી સહકારી ક્ષેત્રમાં એમ.પી.સમાજ પ્રસ્થાપિત થશે અને મારવાડી સમાજને ફાયદો થશે તેવું ટોક ઓફ ડ્રિસ્ટિક બનેલ છે.