અંબાજી ખાતે વિશ્વ માલધારી દિવસ નિમિત્તે બાઈક રેલી યોજાઇ

26 નવેમ્બર વિશ્વ માલધારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અંબાજીના માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસ નિમિતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

આ બાઈક રેલીમાં અંબાજી માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

બાઇક રેલી રબારીવાસમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિર થી શરૂ કરી અંબાજીના મુખ્ય માર્ગો પર થઈને રબારી સમાજની ધર્મશાળા સુધી યોજાઈ હતી

  રબારી સમાજના અગ્રણીઓ દ્વારા સમાજની એકતા મજબૂત કરવા અને જરૂર પડ્યે સમાજને સાથ આપવાની હાકલ કરવામાં આવી હતી.

અરવિંદ અગ્રવાલ અંબાજી