ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન ડાંગ જિલ્લાની શૈક્ષિક સંસ્થાઓમા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત શ્રેણીબદ્ધ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.

આ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમા ડાંગ જિલ્લાની બારખાંધ્યા માધ્યમિક શાળામા સહી ઝૂંબેશ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. મારો મત મારી જવાબદારી, ધર ધરમે સંદેશ દો વોટ દો - વોટ દો, વોટ હમારા હે અધિકાર, કભીના કરે ઇસે બેકાર, મતદાન મહાદાનના સૂત્રની સાથે સહી ઝૂંબેશનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

આ કાર્યક્રમમા વિધ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો શ્રીમતી લતાબેન ચૌધરી, શ્રી ઇરફાન શેખ, શ્રી અમ્રતભાઇ પટેલ, શ્રીમતી શિતલબેન પટેલ જોડાયા હતા. કાર્યક્રમના ભાગ રૂપે વિધ્યાર્થીઓ દ્વાર શાળા પંટાગણમા વોટ ફોર બેટર નેશન વિષય ઉપર રંગોળી દોરી, ફરજિયાત મતદાનનો સંદેશો પણ ગુંજતો કરાયો હતો. સાથે જ દરેક વિધ્યાર્થીઓએ મતદાન જાગૃતિનો સંકલ્પ કર્યો હતો