ભારતીય કરન્સી પર ગણેશજી નો ફોટો વાળી વાત રાજકીય લાભ ખાટવા સિવાય કશું નથી, કેજરીવાલ આવા મુદ્દા મૂકીને રાજકારણ માં ગરમાવો લાવવા માંગે છે, બેંક ઇન્ડોનેશિયા ની વેબ સાઈટ પર ઇન્ડોનેશિયા ની કોઈપણ ચલણી નોટ પર ગણેશ ની મૂર્તિ નથી કેજરીવાલ પણ પોતાની છબી સોફ્ટ હિંદુત્વ તરફ વાળવાની કોશિશ માં છે, જો આમાં તેઓ સફળ થઇ જાય તો આ એક ટર્નિંગ પોઇન્ટ કહીં શકાય.

જેમ ભારતમાં હિન્દુઓની સૌથી વધુ વસ્તી છે, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર નથી. એ જ રીતે ઇન્ડોનેશિયામાં મુસ્લિમ બહુમતી છે, પરંતુ તે મુસ્લિમ રાષ્ટ્ર નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને ભારતીય ચલણ પર ગણેશ-લક્ષ્મીની તસવીર છાપવાની અપીલ કરી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. અહીં 85% મુસ્લિમો અને માત્ર 2% હિંદુઓ છે પરંતુ ચલણ પર શ્રી ગણેશજીની તસવીર છે. હું વડાપ્રધાનને અપીલ કરું છું કે નવી છપાયેલી નોટો પર પણ માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની તસવીરો લગાવવામાં આવે.

આ અપીલ પાછળનું કારણ સમજાવતાં AAP ચીફ કહે છે, “દિવાળી પૂજા કરતી વખતે મારા મનમાં આ ખૂબ જ મજબૂત લાગણી આવી. હું એમ નથી કહેતો કે માત્ર આમ કરવાથી અર્થતંત્ર સુધરશે, ઘણા પ્રયત્નોની જરૂર છે. પરંતુ તે પ્રયત્નો ત્યારે ફળદાયી બને છે જ્યારે દેવતાઓનો આશીર્વાદ હોય છે. જ્યારે ઇન્ડોનેશિયા કરી શકે છે, તો આપણે કેમ નહીં."

ઇન્ડોનેશિયા એક બહુ-ધાર્મિક દેશ છે જે છ ધર્મોને સમાન રીતે ઓળખે છે - ઇસ્લામ, પ્રોટેસ્ટન્ટ, કેથોલિક, હિંદુ, બૌદ્ધ અને કન્ફ્યુશિયન. ઇન્ડોનેશિયા મુસ્લિમ 87.2%, પ્રોટેસ્ટન્ટ 6.9%, કેથોલિક 2.9%, હિંદુ 1.7%, બૌદ્ધ 0.7%, કન્ફ્યુશિયન 0.05%

ઈન્ડોનેશિયામાં ગણેશને કલા અને શાણપણના દેવતા માનવામાં આવે છે. સ્વતંત્રતા સેનાની કી હજર દેવાંતારા અને ગણેશની તસવીર ઇન્ડોનેશિયન રુપિયામાં 20,000 ની ચલણી નોટ ઉપર ફક્ત એકજવાર 1998માં છાપવામાં આવી હતી, હાલ 2022 નું વર્ષ ચાલી રહ્યું છે 24 વર્ષ પેહલા 1998 માં ફક્ત એકજ વખત 20 હઝાર ₹ ની નોટ પર ગણેશ ની મૂર્તિ છાપવામાં આવી હતી, આ ચલણી નોટની પાછળની બાજુએ વર્ગખંડમાં બેઠેલા બાળકોનું ચિત્ર હતું. આ એક વર્ષ સિવાય ઇન્ડોનેશિયન ચલણી નોટો પર ક્યારેય ગણેશજીનું ચિત્ર છાપવામાં આવ્યું નથી.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાની અપીલમાં દાવો કર્યો છે કે ઇન્ડોનેશિયાની કરન્સી પર ગણેશજીની તસવીર છપાઇ છે. કેજરીવાલનું આ નિવેદન પણ હકીકતમાં ખોટું છે. બેંક ઈન્ડોનેશિયાની વેબસાઈટ મુજબ ઈન્ડોનેશિયામાં હાલમાં 100,000 ₹,50,000 ₹, 20,000 ₹, 10,000 ₹, 5000 ₹, 2000 ₹, 1000 ₹, ની નોટો ચલણમાં છે.

કોઈપણ નોટ પર ગણેશની તસવીર છપાયેલી નથી. સૌથી વધુ સંપ્રદાયનું ચલણ (100,000 Rp) ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સોએકાર્નોનું ચિત્ર ધરાવે છે. અન્ય નોટો પર પણ અલગ-અલગ ચહેરાઓ છપાયેલા છે પરંતુ એક પણ નોટમાં ગણેશજીનું ચિત્ર નથી.

સોંજન્ય : અંશ જનસતા