બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 ખેડૂતો ના તૈયાર પાક ઉપર વરસાદ પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે, બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોઈ વાવાઝોડામાં પણ વરસાદે નુકસાન પહોંચાડ્યું હતું, જોકે, ફરી વરસાદે નુકસાન પહોંચાડતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે..

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ પડેલા ધોધમાર વરસાદે જિલ્લાના સરહદી પંથકના ખેડૂતોને ખેતરમાં ઉભેલો પાક નિષ્ફળ કરી દેતા ખેડૂતોને રાતપાણીએ રોવાનો વારો આવ્યો છે..

પહેલા બીપરજોય અને હવે પડેલા ધોધમાર વરસાદે ખેડૂતો ની મહિનાઓ ની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે, ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને અથાગ મહેનત કરીને મહામુલો પાક તૈયાર કર્યો હતો અને બાજરી નો પાક સરસ થતા તેને લણીને ખેતરમાં મુક્યો હતો, જોકે, ધોધમાર વરસાદ આવતા ખેડૂતોનો તમામ પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેથી બીપોરજોય બાદ બીજીવાર નુકશાન થતા ખેડૂતોના સપના રોળાયા છે, જેથી હવે તેવો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે..

બનાસકાંઠા માં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો વાવમાં 36 મિમી, થરાદ માં 09 મિમી, ધાનેરા માં 07 મિમી, વડગામ માં 05 મિમી, પાલનપુર માં 05 મિમી, ડીસા માં 19 મિમી, દિયોદર માં 14 મિમી, ભાભરમાં 11 મિમી, કાંકરેજમાં 03 મિમી અને લાખણી 03 મિમી વરસાદ નોંધાયો છે..