26/11 હુમલાની 14મી વરસી: આતંકી હુમલામાં માતા-પિતા ગુમાવનાર 'બેબી મોશે' હાલ ક્યાં છે અને શું કરી રહ્યો છે? આવો... જાણીએ

સામાન્ય દિવસની જેમ મુંબઈનગરીમાં ચહલ-પહલ ચાલી રહી હતી. સૌ પોતપોતાનાં ઘરે જવા અધીરા બન્યા હતા. તો ઘણા લોકો ખરીદીમાં વ્યસ્ત હતા તો અમુક લોકો સમુદ્ર કિનારે ઠંડી-ઠંડી હવાનો આનંદ લઈ રહ્યા હતા. અચાનક જ ધડાધડ ગોળીઓનો અવાજ આવ્યો. લોકો જીવ બચાવવા આમથી એમ ભાગવા લાગ્યા હતા. આમ છતાં 18 સુરક્ષાકર્મી સહિત 166 લોકોનાં મોત નીપજ્યાં હતાં, તો 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ગોઝારા દિવસને મુંબઈવાસીઓની સાથે-સાથે ભારત ક્યારેય ભૂલી નહીં શકે. આ હુમલામાં 'બેબી મોશે', જેમની ઉંમર ફક્ત 2 વર્ષની હતી, તેણે પણ માતા-પિતા ગુમાવ્યા હતા.

મોશે હાલ તો ઇઝરાયેલમાં તેનાં નાના-નાની સાથે રહે છે. મોશે ઈઝરાયેલમાં જ પોતાનું શિક્ષણ પૂરું કર્યું છે. મોશે હવે જેરુસલેમથી લગભગ 90 કિમી દૂર આવેલા ઓફલ શહેરમાં રહે છે.  મોશેએ નેસેટના ઉદઘાટન સમારોહમાં હાજરી આપી.. હાલમાં જ મોશેએ હોલ્ઝબર્ગે ઈઝરાયેલના 25મા નેસેટના ઉદઘાટન સમારોહ દરમિયાન ભજનની એક બુકમાંથી એક અધ્યનનું પઠન કર્યું હતું.