28મી નવેમ્બર, 2022થી બદલાયેલા ટ્રેન નંબર સાથે વલસાડ - વડનગર ઇન્ટરસિટીનું સુપરફાસ્ટ ટ્રેનમાં પરિવર્તન
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19009/19010 વલસાડ-વડનગર ઇન્ટરસિટી (દૈનિક)ને નવા ટ્રેન નંબર સાથે સુપરફાસ્ટ ટ્રેનમાં બદલવાનો નિર્ણય લીધો છે.આ 28 નવેમ્બર, 2022થી લાગુ થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ ઉપર મુજબના પરિવર્તનની વિગતો આ મુજબ છે.
ટ્રેન નંબર 19009/19010 વલસાડ – વડનગર ઇન્ટરસિટી (દૈનિક) 28મી નવેમ્બર, 2022 થી ટ્રેન નંબર 20959/20960 વલસાડ – વડનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક) તરીકે દોડશે. ફેરફારને કારણે ટ્રેન નંબર 20960 વડનગર વલસાડ સપરફાસ્ટ ઇન્ટરસિટી વડનગરથી હવે 16.45 કલાકને બદલે 17.00 કલાકે ઉપડશે.ટ્રેન હવે મહેસાણા રેલવે સ્ટેશન પર 17.20/17.22 કલાકે અને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર 18.16/18.18 કલાકે આવશે/પ્રસ્થાન કરશે.આનાથી અમદાવાદ અને નવસારી વચ્ચેના સ્ટેશનો તેમજ વલસાડ સ્ટેશન પર તેના આગમનના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય. ઉપરાંત, ડાઉન દિશામાં તેના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.એટલે કે ટ્રેન નંબર 20959 વલસાડ - વડનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી તેના હાલના સમયપત્રક મુજબ દોડશે.
******