ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે.

          ભાવનગરના તળાજાથી શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પહેલા પાણીની તંગી રહેતી હતી, લોકોને પાણીની સુવિધા મલ્લી રહે ટે માટે અમે બંધ અને ચેકડેમ પણ બનાવ્યાં હતા. આજે ગામડે-ગામડે 24 કલાક વીજળી પહોંચી છે. ગુજરાતના વિરોધીઓને વિપક્ષો સમર્થન આપતા રહ્યા છે. આપણે સૌ એ કેજરીવાલને લીલા તોરણે પાછા મોકલવાના છે. ભાજપની સરકારે રાજ્યને વધુ સુરક્ષિત અને સલામત બનાવ્યું છે. કોંગ્રેસના રાજમાં સૌરાષ્ટ્રમાં ગુંડા અને માફિયાઓનું રાજ હતું. જ્યારે આજે એક પણ દાદો નથી દેખાઈ રહ્યો. હવે તો બધે એક માત્ર હનુમાન દાદા જ દેખાય છે 

         તેવામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ભાવનગરના તળાજા ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પોતાના ભાષણમાં શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શાહે હુંકાર કરતા કહ્યું હતું કે, 'કેજરીવાલને આપણે લીલા તોરણે પાછા મોકલવાના છે.' આ સાથે જ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 'ગુજરાતના વિરોધીઓને વિપક્ષો સમર્થન આપે છે.

      અમિત શાહે વધુમાં કહ્યુ હતું કે,

કોંગ્રેસીઓ ગયા અને દુકાળ પણ ગયો. કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર જ થતો હતો. ભાજપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારી છે. પહેલા અવારનવાર ગુજરાતમાં હુલ્લડો થતા હતા. ભાજપે વર્ષ 2002માં હુલ્લડ કરવાવાળાઓને પાઠ ભણાવ્યા. એટલે જ 2002 પછી સમગ્ર ગુજરાતમાં ક્યારેય કર્ફ્યુ નથી લાગ્યો.

     પોતાના સંબોધનમાં ભાજપે કરેલા વિકાસની ગાથા વર્ણવતા અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપે દરેક ગામને રોડથી જોડવાનું કામ કર્યુ છે, દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યુ છે, સૌની યોજના હેઠળ પિવાનું પાણી આપ્યુ છે, PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને સહાય સહાય આપી છે.