ગુનાની વિગત - આ ગુનાના ફરીયાદી તથા આરોપીઓએ એકબીજા ઉપર અગાઉ ફરીયાદ કરેલ હોય જે કેસ નામદાર કોર્ટમાં ચાલુ હોય જે કેસની મુદત તારીખમાં ફરી . તથા સાહેદ કોર્ટ મુદ્દતે આવેલ હોયઅને કોર્ટ મુદ્દત પુર્ણ કરી જતા હતા તે વખતે રાજુલા આંબેડકર સર્કલ પાસે ધનુષ હોસ્પિટલની સામે આવેલ કેબીને પાન માવો ખાવા માટે ઉભા રહેલ તે દરમ્યાન આરોપીઓ તેમની અલ્ટો ગાડી લઇને નીકળેલ અને અગાઉ કરેલ ફરીયાદનુ મનદુખ રાખી આરોપીઓએ પોતાના હવાલાવાળી અલ્ટો ફોરવ્હીલ ગાડી GJ - 03 - BA 8230 મારી નાખવાના ઇરાદે ફરી.ની ઉપર ચડાવી દઇ ફરી.ને પછાડી દઇડાબા પગે ફ્રેક્ચર કરી તેમજ બંને ખભા ઉપર મુંઢ ઇજા કરી ફરી.ના દિકરા સાહેદ કલ્પેશભાઇને પણ જમણા પગે ઇજા કરીપછાડી દઇ બંને આરોપીઓએ ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી . તથાસાહેદને મારી નાખવાની કોશિશ કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરી નાસી ગયેલ જે અંગે રાજુલા પો.સ્ટે.માં એ - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૦૨૨૦૭૧૪૨૦૨૨૨ , આઇ.પી.સી કલમ -૩૦૭,૩૨૩,૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે અંગે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્વારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વ યે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાજુલા પોલીસ ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી , ગુન્હો કરી નાસી ગયેલ આરોપીઓ તથા ફોર વ્હીલ ગાડીની માહીતી મેળવી બન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓ ની વિગત ( ૧ ) દેવશીભાઇ કાનાભાઇ વાઢેર ઉ.વ .૫૨ ધંધો.ખેતી ( ૨ ) કલ્પેશભાઇ દેવશીભાઇ વાઢેર ઉ.વ .૩૧ ધંધો . વકીલાત રહે.બન્ને મોટા બારમણ તા.ખાંભા જિ.અમરેલી, આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ તથા સર્વેલન્સસ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ રાજુભા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી