આચારસંહિતાની 186 ફરિયાદ સૌથી વધારે 68 કતારગામમાં એપ પર એક જ દિવસમાં ફ્લેગ, સ્ટિકર, પોસ્ટર સહિતની ફરિયાદ
ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ થતો હોવાની સિ-વિઝીલ એપ પર એક જ દિવસમાં 186 ફરિયાદ થઈ છે. જેમાં સૌથી વધુ 68 કતારગામમાં કરવામાં આવી છે. ફરિયાદો સરળતાથી થઈ શકે અને તાત્કાલિક નિકાલ આવે તે માટે ઈલેક્શન કમિશને સી-વિઝિલ એપ લોંચ કરી છે. અમલથી અત્યાર સુધીમાં શુક્રવારે સૌથી વધારે 186 ફરિયાદ થઈ હતી.
જેમાં પણ સૌથી વધુ કતારગામમાં 68, ચોર્યાસીમાં 38, કામરેજમાં 8, કરંજમાં 2, લિંબાયતમાં ૩, ઉત્તરમાં 3, 1, વરાછામાં 33, ઉધનામાં 22, મહુવા, માંડવી અને ઓલપાડમાં 1-1, મજૂરામાં 2 જ્યારે માંગરોળ અને પૂર્વમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ખાસ કરીને ફ્લેગ, તોરણ, પોસ્ટર અને બેનરને લગતી ફરિયાદો પણ કરવામાં આવી હતી.
 
  
  
  
  
   
   
  