સાઉદી અરેબિયામાં ભારે વરસાદના લીધે ભારે પૂર આવતા ગાડીઓ ક્યાંયની ક્યાંય ફેંકાઈ ગઈ છે. સામાન્ય રીતે રણમાં પવનની આંધી આવતી હોય છે અને પાણીના પૂરની વિચારણા પણ થતી નથી. તેનાથી વિપરીત સાઉદી અરેબિયામાં ભારે વરસાદનાકારણે પૂર આવ્યું હતું. ગાડીઓનો કચ્ચરઘાણ દર્શાવે છે કે કેટલું જબરજસ્ત પૂર આવ્યું હતું.