હાલોલ ખાતે પેપરપેક ઈન્ડસ્ટ્રીઝ ધરાવતા મનીષભાઈ કાંતિલાલ જોશી સામે હાલોલના ચૌધરી સ્ક્રેપ સપ્લાયરના પ્રોપરાઈટર કમ ઓનર તરીકે હીરાજી ઉફેઁ હીરાલાલ તગાજી મારવાડી ઉફેઁ સિંઘલ દ્વારા વેપાર ધંધાનાં પરીચયના માધ્યમથી મનીષભાઈને નાણાકીય ભીડ હોવાથી રૂ.૩,૫૦,૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા જે રકમ પરત કરવાના વ્યવહારમાં મનીષભાઈએ ૪ ચેક આપ્યા હતા જે ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરતા હાલોલના ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા મનીષ ભાઈને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમનુ વળતર આપવા ગત તા ૦૨/૧૨/૨૦૨૨ ના રોજ હુકમ કર્યો હતો જે હુકમથી નારાજ થઈ મનીષભાઈ કાંતિલાલ જોષીએ તેઓના એડવોકેટ જીજ્ઞેશ બી.જોષી દ્વારા હાલોલના બીજા અધીક સેશન્સ જજ સમક્ષ અપીલ દાખલ કરી હતી જે અપીલમાં રેકર્ડ પરના પુરાવાઓનું પુનઃ મુલ્યાંકન કરતા ફરિયાદીએ આરોપીને હાથ ઉછીના રૂપિયા આપ્યા હોવાનુ નિઃશંકપણે અને હકારાત્મક રીતે પુરવાર થતુ ન હોઈ તેમજ આરોપીએ આપેલ ચેક કાયદેસરના દેવા અથવા જવાબદારી પેટે આપ્યા હોવાનુ પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની હોવા છતા પણ ફરીયાદી આ મહત્વની હકીકત પુરવાર કરી શકેલ નથી તેમજ ફરિયાદીની આવકના સ્ત્રોત પણ જાહેર કરેલ નથી ફરીયાદીએ રૂ.૩,૫૦,૦૦૦/- ની રકમ ક્યારે , કેવી રીતે, ક્યા માધ્યમથી, કઈ તારીખે , કયા સંજગોમાં આપી તે પણ પુરવાર કરી શકેલ નથી વધુમા ઉલટ તપાસમાં ફરિયાદીએ કબુલ કરેલ કે આરોપી સાથે કોઈ ધંધાકીય સંબંધો નથી જે વિગત ચેક રીટર્નની ડિમાન્ડ નોટીસના જવાબમાં પણ આરોપીએ સ્પષ્ટ કરેલ હોય વેપાર ધંધાને કારણે આરોપી સાથે સંપર્ક ધરાવતા હોય તેવો કોઈ પુરાવો પણ રજૂ કરી શક્યા નથી વધુમાં ત્રણ ચેકમાં વ્યકિતગત રીતે અને ચોથા ચેકમાં પ્રોપ્રરાઈટર તરીકે ફરિયાદ દાખલ કરી છે તેમ છતાં પણ ફરીયાદી પોતે ચોધરી સ્ક્રેપના પ્રોપરાઇટર હોય તેવો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નથી તેવી તમામ વિગતોને ધ્યાને રાખીને હાલોલના સેશન્સ કોર્ટના બીજા અધીક સેશન્સ નામદાર જજ એસ.સી ગાંધીએ એડવોકેટ જે.બી જોષીની દલીલોને આધારે અને રેકર્ડ ઉપરના પૂરાવાને ધ્યાને લઈ નીચલી કોર્ટે મનીષભાઈ જોષીને આરોપી ઠેરવી કરેલ સજાનો હુકમ રદ કરી નિર્દોષ જાહેર કરી સજા મુક્ત કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે.