આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે વેરાવળ પોલીસમાં સાત જેટલા ગુન્હા નોંધાયેલા શખ્સને પાસાના કાયદા હેઠળ એલ. સી. બી. બ્રાન્ચે ઝડપી લઇ સેન્ટ્રલ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે. નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગાર ના માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ. એસ. એમ. ઇસરાણી તરફથી ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા મુન્તહા ઉર્ફે અલીયો અલીભાઇ પંજા ઉ. વ. 20, રહે. વેરાવળ ની સામે વેરાવળ વેરાવળ પોલીસમાં સાત જેટલા ગુન્હા નોંધાયેલ હોય જેથી પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આર. જી. ગોહીલ ને મોકલતા આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવતા એલ. સી. બી. ના પો. ઇન્સ. એ. એસ. ચાવડા, પો. સબ ઇન્સ. વી. કે. ઝાલા, એ. એસ. આઇ. અજીતસિંહ પરમાર, મેરૂૂભાઇ વરૂૂ, પો. હેડ કોન્સ.

નરેન્દ્રભાઇ પટાટ, દેવીબેન રામ, પેરોલ ફર્લો સ્કવોડના પો. હેડ કોન્સ. ભાવેશભાઇ મોરી, એ. એસ. આઇ. પીઠરામભાઇ જેઠવા, જેઠાભાઇ કટારા સહીતનાએ મુન્તહા ઉર્ફે અલીયો અલીભાઇ પંજા ને પકડી પાડી સેન્ટ્રલ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.