કડી: પરિવારમાં વાદ-વિવાદ તો દરેક જગ્યાએ થતાં જ હોય છે. ક્યાંક પિતા-પુત્ર વચ્ચે તો ક્યાંક પતિ- પત્ની વચ્ચે, જેમાં આજે કડીના વિસ્તારમાં રહેતી એક મહિલાએ 10 વર્ષ પહેલા ભાગીને લગ્ન કર્યા હતાં, પરંતુ છેલ્લા ચાર મહિનાથી પતિ જોડે અણબનાવ થતાં મહિલા પિયર તેના માતા-પિતા તેમજ ભાઈ-ભાભી જોડે રહેવા માટે આવી ગઈ હતી. ત્યારબાદ અવાર-નવાર તેનો પતિ તેને ઘરે પાછા લાવવા માટે પિયરમાં આંટાફેરા મારતો હતો. જ્યાં એક સમયે તેની પત્નીને ઘરે પાછી લાવવા પિયર ધોકો લઈને પહોંચતા ભાભી સામે ઉગ્ર બની તેણીને માથાના ભાગે ધોકા વડે હુમલો કરી લોહીલુહાણ કરી હતી. શું છે સમગ્ર ઘટના.

હોસ્પિટલમાંથી સારવાર લઈને આવેલી હેમાંગીએ ઘટના જણાવતાં કહ્યું કે, મારૂ નામ સોની હેમાંગી અનિલકુમાર છે. મારા નણંદ રેખાબેનના પતિ એટલે મારા નણદોઈ બપોરે 12 વાગ્યે મારા ઘરે આવ્યા અને મારી ઘરવાળીને તું કેમ રાખે છે એમ કહીંને મને બોલવા લાગ્યા. હું તેમને સમજાવા ગઈ તો એ દારૂ પીધેલી હાલતમાં હતા અને મારા પર ઉશકેરાયા અને મને ધોકા વડે મારી. હું લોહીલુહાણ થઈ ગઈ અને પડી રહીં અને પછી મને હોસ્પિટલમાં દાખલ કરી

મહિલાએ કહ્યું હતું કે, તમે ગાળા ગાળી કરશો નહીં ઘરે આવીને જે વાત કરવી હોય તે કરો. તેમ છતાં તેમણે અપશબ્દો બોલી, હું ઘરની જાળી બંધ કરવા માટે ગઈ તેવામાં જીતેન્દ્ર એ મને ધક્કો મારી જાળી ખોલી નાંખી અને હું નીચે પડી ગઈ હતી. બાદમાં તેઓએ તેમના હાથમાં રહેલો ધોકો મને માથાના ભાગે જોરથી મારતાં લોહી નીકળવા લાગ્યું હતું. જેથી મારા સાસુ-સસરા અને પાડોશીઓ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ અપશબ્દો આપવા લાગ્યો હતો. તેવામાં અન્ય માણસો પણ ભેગા થઈ જતા જીતેન્દ્ર ત્યાંથી નીકળી ગયો હતો. જતાં-જતાં કહેતો ગયો કે, હવે મારી ઘરવાળીને રાખીશ તો, તને જાનથી મારી નાખીશ.

ઝઘડો વધારે ઉગ્ર થતાં હેમાંગી બૂમાબૂમ કરવા લાગી હતી. જ્યાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જીતેન્દ્ર ત્યાંથી ભાગી છુટ્યો હતો. હેમાંગીને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં કડી પોલીસે હેમાંગીનું નિવેદન લઈને જીતેન્દ્ર આચાર્ય ઉપર ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.