આવાજ ન્યુઝ 24×7
આર.એચ.રાજપૂત તા:10/12/2022
બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે કાર્યરત યોજના "નલ સે જલ" અંતર્ગત જે કામો થઈ રહેલ છે તેમાં જે પાણી સંગ્રહના ટાંકાનું કામ કરવામાં આવેલ તેમાં જે આર.સી.સી. કામ કરવામાં આવેલ તેમાં તિરાડો પડી ગયેલ તે તિરાડોને પ્લાસ્ટર અને કલરકામ કરી ઢાંક પીછોડો કરવામાં આવેલ છે તો આ ટાંકાની ટેકનિકલી તપાસ કરવામાં આવે અને લાગતા વળગતા અધિકારી અને કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવો જનાક્રોશ.