વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત માહીતી મુજબ વિસાવદર રહેતા હરસુખભાઇ માધાભાઇ ખાવડુની વાડી વિસાવદર પાસે આવેલ સતાધાર રોડ ઉપર આવેલ છે જયાં હરસુખભાઇ પોતાની રોજની દિન ચર્યા મુજબ વાડી આંટો મારવા ગયા ત્યારે તેની વાડીએ પહોંચતા તે જગ્યાએ આવેલ ઓરડીની ઓસરીમાં લાકડાની આડસરમાં બે લાશ લટકતી જોવા મળી હતી.

જયારે આ બનાવની જાણ તુરંત હરસુખભાઇ દ્વારા વિસાવદર પોલીસને કરી હતી. જયારે બનાવની જાણ થતાં વિસાવદર પીઆઇ નીરવ શાહ તેમજ પોલીસ સ્ટાફ દિલુભાઇ ગઢવી, અર્જૂનસિંહ સહિત પર પહોંચીને લાશ કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

જેમાં આ બન્ને લાશ સગીર યુવક સુજલ દેવાભાઇ દાફડા ઉ.વ.૧૭, રહે. જુના બસ સ્ટેન્ડ પાસે, વિસાવદર, અને સગીર યુવતી હેતલ હરિભાઇ પરમાર ઉ.વ.૧૭, ખોડિયારપરા વિસાવદર,ની જાણવા મળેલ હતી. એકજ સમાજના હોવા છતાં એક થઇ નહીં શકે તેવા ભય સાથે બન્ને ઘરેથી એક દિવસ પહેલા નીકળી ગયાનું લોકોમાં જાણવા મળ્યું હતું.

સમાજ અને પરિવાર એક નહીં થવા દે તેના ડરથી બન્ને સગીરો દ્વારા આવું અંતિમ પગલું ભર્યું હશે તેમ સ્થાનિક લોકો કહી રહ્યા હતાં.

વિપુલ મકવાણા અમરેલી.