હળવદ ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઇ હતી. જ્યાં યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીને પેદા કરવાનું સાર્મથ્ય આ ધરતીમાં છે. સ્વતંત્ર ભારતનાં એકીકરણનું બીડું ઉઠાવનાર સરદાર પટેલ પણ ગુજરાતની દેન છે. જ્યારે ભારત અરાજકતા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે મોદીજીને મોકલવામાં આવ્યા. આઝાદીનાં અમૃત મહોત્સવ વચ્ચે આખો દેશ જ્યારે સામેલ છે. ત્યારે હર ઘર તિરંગા લગાવી ઉજવવામાં આવ્યો છે. આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ મોટા દેશનું નેતૃત્વ પણ ભારત આગામી સમયમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરશે. જે ભારતનું ગૌરવ છે. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલે છે. કાશીમાં કાશી વિશ્વ નાથનું કામ ચાલે છે. ઉજ્જૈનમાં મહાકાલ લોક ભવ્ય રૂપથી ખીલી રહ્યું છે. કોરોના સામે લડવા માટે ફ્રીમાં ટેસ્ટ, વેક્સિન ઉપચાર અને ફ્રી માં ગરીબો માટે ગરીબ માટે રાશનની વ્યવસ્થા ડબલ એન્જીનની સરકારે કરી છે. કોંગ્રેસીઓ ગરીબોનું અનાજ ખાઈ જતાં હતા, કોંગ્રેસ અયોધ્યામાં શું રામ મંદિર બની શકે ? કાંગ્રેસ શું કાશ્મીરમાંથી ૩૭૦ હટાવી શકે? જો કાઈ કોંગ્રેસ ના કરી શકે તો શા માટે કોંગ્રેસને મત આપવો જોઈએ તેવું યોગીએ સભામાં જણાવ્યું હતું.મોરબી દુર્ઘટના અંગે તેઓએ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે પુરી સંવેદના હોવાનું તેઓએ જણાવ્યું હતું. યોગીની જાહેરસભામાં શ્રોતાઓની પાંખી હાજરી જોવા મળી હતી.