અમદાવાદ-મુંબઇ વચ્ચે દેશની પહેલી હાઇ સ્પીડ ટ્રેન 2027 સુધીમાં ચાલુ થઈ જશે.

આપને જણાવી દઈએ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ ખર્ચમાં 81 ટકા ફંડ જાપાન સરકારનું અને કેન્દ્ર સરકારનો હિસ્સો 50 ટકા છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારનો હિસ્સો 25-25 ટકા છે. 

 વિગતો મુજબ, ગુજરાતમાં 98.90 ટકા, દાદરા,નગર હવેલીમાં 100 ટકા જ્યારે મહારાષ્ટ્રમાં 72.15 ટકા મળી કુલ 90 ટકા જમીન સંપાદન થઇ ગયું છે અને જમીન સંપાદન પેટે 2935 કરોડનું વળતર ચૂકવાયું છે.

જમીન સંપાદન પેટે અમદાવાદ શહેર-જિલ્લામાં જ કુલ 1108 કરોડની રકમ જમીન સંપાદન બદલ વળતર પેટે ચૂકવવામાં આ‌વી છે. પાંચ જિલ્લામાં મળીને કુલ રૂ. 2935.85 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં 306 કરોડ, વડોદરા જિલ્લામાં 882 કરોડનું વળતર, નવસારી જિલ્લામાં 416 કરોડ જ્યારે આણંદ જિલ્લામાં 222 કરોડનું વળતર ચૂકવાયું છે.

બીજી મહત્વની વાત એ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 1.27 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. વૃક્ષો કાપવાની કામગીરી માટે હાલ સુધી રૂ. 36.71 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.