તિલકવાળા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર થી ઝડપી પાડતી L.C.B નર્મદા

સંદીપસિંહ પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ હાલ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 યોજાનાર હોય જેથી ગુનાના કામે જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર જે.બી.ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર L.C.B નાઓ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ મા હતા દરમિયાન તેઓને બાતમી મળેલ કે તિલકવાડા પોલીસ મથકે 323 504 506(2) મુજબ નોંધાયેલા ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી શાહબુદ્દીન મસવરખા દાયમા અંકલેશ્વર પાસે હોવાની ચોક્કસ બાતમિ મળેલ જે બાતમીના આધારે નર્મદા L.C.B પોલીસ સ્ટાફના માણસો અંકલેશ્વર ખાતે માંડવા ચોકડી પાસે પહોંચી વોચ ગોઠવી તપાસ કરતા આરોપી શાહબુદ્દીન મસવરખાન દાયમાં ને ઝડપી પાડવામાં પાડી વધુ કાર્યવાહી માટે આરોપીને તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની લગતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે