સિહોર શહેરની સુપ્રસિધ્ધ શેક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિધામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે આજે જન્માષ્ટમી પર્વની ખુબ જ હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાલ મંદિર તેમજ ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓ શ્રીકૃષ્ણનો પહેરવેશ ધારણ કરી મટકી ફોડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નાના ભૂલકાઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન થયું હતું. શાળા દ્વારા આબેહુબ જેલ બનાવવામાં આવી હતી. તેમજ જેલમાં દેવકી,વાસુદેવ દ્વારા શ્રીકૃષ્ણના જન્મોત્સવનું વિશેષ આયોજન થયું હતું. વાસુદેવ દ્વારા શ્રીકૃષ્ણને ટોપલામાં સુવરાવી સંપૂર્ણ શાળા કેમ્પસમાં ફેરવવામાં આવ્યા હતા. શાળાના સ્ટેજ પર ભગવાન શ્રીકૃષ્ણ માટે વિશાળ હિંડોળાનું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શ્રીકૃષ્ણને જુલાવવાનું વિશેષ લાભ મળ્યો હતો. વિધાર્થી ભાઈઓ બહેનો દ્વારા રાસ-ગરબાનું પણ વિશેષ આયોજન થયું હતું.ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે વક્તવ્ય,ગીત,નાટક રજુ કરાયા હતા. આ રીતે તમામ વિધાર્થીઓ તેમજ શાળા પરિવાર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સંચાલક અને ટ્રસ્‍ટી પી.કે મોરડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થી અને શાળા પરિવારને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળાપરીવારે ભારેજહેમત ઉઠાવી હતી.