128- હાલોલ વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે 128 હાલોલ વિધાનસભા બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો પ્રચારકો ટેકેદારો અને સમર્થકોમાં ભારે જોશ દેખાઈ રહ્યો છે અને બન્ને પાર્ટીઓ તરફથી ઉમેદવાર સહિત કાર્યકરો દ્વારા ચારે તરફ જોર શોરથી પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે જોકે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરાતો હોય તેવા કોઈ દ્રશ્યો જોવા મળી રહ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર ભરત રાઠવા સતત હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં આવતા હાલોલ,જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી પ્રચાર કરી રહ્યા છે જેમાં તેઓના પ્રચાર દરમિયાન કોંગ્રેસથી નારાજ થયેલા કેટલાક પીઢ અગ્રણી કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે જેમાં સમગ્ર હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેઓ માહોલ ઉભો થવા પામ્યો છે જ્યારે કોંગ્રેસનો ઉમેદવાર પણ જાણે નીરસ બની ચૂંટણી લડવા ન માંગતો હોય તેવી ચર્ચા મતદારોમાં ચર્ચાઈ રહી છે ત્યારે હાલોલ વિધાનસભા મત વિસ્તારના મોટી ઉભરવણ,વિરાપુરા તલાવડી સહિતના કેટલાક ગામોમાંથી તેમજ જાંબુઘોડાના મસાબાર,ડુમા સહિતના ગામોમાંથી કેટલાક કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોઇ આમ આદમી પાર્ટીનું કદ દિવસે અને દિવસે વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે જેને લઈ 128, હાલોલ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધે સીધી સ્પર્ધા હોવાનું જોવા મળી રહ્યું છે.