પાટડી તાલુકાના માલવણ ટોલટેક્ષ પાસેથી એરંડાના કોથળાની આડમાં લઇ જવાતી વિદેશી દારૂની 492 બોટલો સાથે બોલેરો ગાડી ઝડપાઇ હતી. જેમાં બજાણા પોલીસે વિદેશી દારૂની 492 બોટલો, 2 મોબાઇલ અને બોલેરો ગાડી મળી કુલ રૂ. 3,94,500ના મુદામાલ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે એમને પાક્કી બાતમી મળી હતી કે, માલવણ હાઇવે પર વિદેશી દારૂના જથ્થા સાથે સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી આવી રહી છે. આથી બજાણા પોલીસ સ્ટાફે માલવણ ટોલટેક્ષ પાસે છટકું ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડીને આંતરવા છતાં ગાડી ચાલક ગાડી હંકારીને ભાગવા જતા બજાણા પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી માલવણ ઉમા સંકુલ પાસે કારને આંતરીને પકડી પાડી હતી.આ ગાડીમાંથી ચાલક મહેરારામ નિમ્બારામ જાટ, ઉંમર વર્ષ- 35 અને દમારામ ભૈરારામ જાટ, ઉંમર વર્ષ- 27 ( રહે-બંને-કલજીકી બેડી, તા- ચીતલવાણા, જિલ્લો- સાંચોર (રાજસ્થાન)ને જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ- 492 કિંમત રૂ. 1,84,500, મોબાઇલ નંગ- 2 કિંમત રૂ. 10,000 અને બોલેરો ગાડી કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 3,94,500ના મુદામાલ સાથે ઝબ્બે કરી આ કેસમાં વિદેશી દારૂનો માલ ભરી આપનારા બલવીર જાખડ, હનુમાનગઢ, રાજસ્થાન, મોરબીના વાંકાનેરનો દારૂ લેનારો રાજપૂત નામનો વ્યક્તિ અને દારૂ ભરાવી આપવામાં મદદ કરનારા રાજસ્થાન બાડમેરના મનહરસિંહ રાજપૂત વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કીશોરભાઇ પારઘી, ભૂપતભાઇ દેથળીયા, ગોવિંદભાઇ ભરવાડ, યશપાલસિંહ રાઠોડ અને રોહીતકુમાર પટેલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं