કોઈપણ પ્રકારનો બદલો કે વળતર મેળવવાની આશા રાખ્યા વિના માત્ર માનવ સેવાના ઉદ્દેશથી કેલેન્ડર વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ દરમ્યાન જે તે વર્ષની તા.૦૧-જાન્યુઆરી થી તા.૩૧-ડિસેમ્બર સુધીના સમયગાળામાં સાહસ-શૌર્યતબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજ્યના કોઇપણ વ્યક્તિ/સંસ્થાનું પ્રતિ વર્ષ સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

   અરજદારોએ આ અંગેનું નિયત અરજી ફોર્મ જિલ્લાની જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતેથી/ વેબસાઇટ https://commi-synca.gujarat.gov.in/application-forms-guj.htm ઉપરથી મેળવી સંપૂર્ણ વિગતોજરૂરી આધાર-પૂરાવા સાથે સંબંધિત અધિકારીશ્રી/વિભાગને તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.