આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે મનીલેન્ડર, લેન્ડ બ્રોકર, સટ્ટા રમાડનારાને ત્યાં હાથ ધરેલા સર્ચમાં બીજા દિવસે 2 કરોડની રોકડ અને 4-5 કિલો ગોલ્ડ જપ્ત કરાયું હતું. મોડી સાંજ સુધી 6 પૈકી 5 જગ્યાએ તપાસ પુરી થઈ હતી. જ્યારે પાલ-અડાજણના મુન્નાને ત્યાં ચાલુ હતી. વેસુ રહેતા જામુ દોશી (શાહ)ને ત્યાંની તપાસમાં તેણે ડોક્યુમેન્ટ ભરેલી બેગ નીચેના ઘરની બાલ્કનીમાં ફેંકી હતી. અધિકારીઓએ આ બેગનો કબજો લીધો હતો. દરોડામાં 100કરોડથી વધુના કાગળો જપ્ત કરાયા હતા.

વેસુમાં જામુ શાહના ફ્લેટ પર તપાસ દરમિયાન તેણે ડોક્યુમેન્ટની બેગ નીચે ફેંકી હતી. જો કે, બે આઇટી કર્મીઓ અગાઉથી જ નીચે ગોઠવાઈ ગયા હતા. અધિકારીઓએ 50 લાખ રોકડા અને જમીનોના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.