મહાવીર કોલેજમાં લવ જેહાદને લઈને મુદ્દો ગરમાયો છેલ્લા ઘણા સમયથી દેશભરની અંદર લવ જેહાદને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. જે પ્રકારે દિલ્હીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા કરીને તેની લાશને સળગાવ્યા વગર અંગોને ફેંદી દેવાનો ખેલ ખેલાયો છે.

ત્યાર બાદ હિન્દુઓની અંદર પણ આ બાબતને લઈને હવે આ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થઈને હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક વધારતા હોય તેવું ધ્યાને આવતા વિવાદ થયો. જે મારામારી સુધી પહોંચી ગયાનું સામે આવ્યું છે. કોલેજ કેમ્પસમાં જ માર મારવામાં આવ્યો હતો સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજની અંદર સુનિયોજિત રીતે લવ જેહાદનું ષડયંત્ર ચાલતું હોવાની શંકા હતી. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ વિદ્યાર્થીનીઓને નિશાના પર લઈને તેમની સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારવામાં આવતુ હતુ. જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેકી કરવામાં આવી હતી, અને એવા યુવકોને ઓળખી કાઢવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેને પગલે મારામારી થઈ હતી.