કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયા અને લાયન્સ કલબ ઓફ ખંભાલીયાના સંયુકત ઉપક્રમે આયોજીત- લંડન (યુ.કે) નિવાસી નિરંજનાબેન ચંદ્રવદન મોદીના(તેમના જન્મદિવશની ઉજવણી પ્રસંગે)સંપૂર્ણ આર્થિક સહયોગથી અને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ(આંખની) હોસ્પીટલ-રાજકોટ દ્વારા વિના મુલ્યે નેત્રનિદાન કેમ્પ તથા મોતીયાના ઓપરેશન સાથે ૮૯ મા કેમ્પ નુ આયોજન તા.૨૭-૧૧-૨૦૨૨ના રવિવારે ભાટીયા ખાતે સરકારી દવાખાનામા સવારે ૯થી૧૨ સુધી રાખવામા આવેલ છે.

 જેમા આંખના દર્દીઓનુ નિદાન કરી જરૂરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામા આવશે તથા મોતીયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને રણછોડદાસબાપુ હોસ્પીટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ,આધુનીક ફેકૌ મશીન દ્વારા ટાંકા વગરનુ ઓપરેશન કરી વિના મુલ્યે નેત્રમણી બેસાડી આપવામા આવશે તથા દર્દીઓને,રહેવા,જમવા, ચા-નાસ્તો,ચશ્મા,દવા-ટીપા,તથા ઓપરેશનની તમામ સારવાર વિના મુલ્યે કરી કેમ્પના સ્થળે ભાટીયા ખાતે પરત મુકવામા આવશે. ખાસ નોંધ - દરેક દર્દી ભગવાને આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવાનુ રહેશે. આ આંખના કેમ્પનો વિશાળ પ્રમાણમા લાભ લેવા ભાટીયા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ-કિશોરભાઈ દત્તાણીએ જાહેર આમંત્રણ આપી આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરેલ છે.આ કેમ્પમા ચશ્માના નંબર કાઢી આપવામા આવશે નહી. માહીતી માટે મો.-૯૪૨૭૪૨૦૧૧૧

નોંધઃ દર મહીનાના છેલ્લા રવીવારે ભાટીયા ખાતે કેમ્પ નક્કી છે.