ધારી-૯૪ વિધાનસભા ના સત્તાધારી ભાજપના ઉમેદવાર ને મોંઘવારી ના માર ના મુદ્દે ભીસમાં લેવાને બદલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી કયાક ને કયાક મોંઘવારી ના મુદ્દે થી ભટકી રહેલ છે.હાલ ધારી ૯૪ વિધાનસભા ની ચુંટણી માં જ્ઞાતિ આધારિત સમર્થન લેવાય રહેલ છે પરંતુ મોંઘવારી મુદ્દે ગરીબ જનતાનુ સમર્થન લેવાતુ નથી... ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાટીદાર સમાજના છે જયારે કોંગ્રેસના ઉમેદવાર બ્રહ્મ સમાજના મતો એકઠા કરી રહેલ છે અને બ્રહ્મ સમાજના પ્રોફેશનલ આગેવાનો પાર્ટીના નામે નહી પરંતુ ઉમેદવાર ને મત અપાવવા સમગ્ર અમરેલી જીલ્લામાંથી મતદારોને રીજવવા આવેલ છે. જયારે અપક્ષ ઉમેદવાર ક્ષત્રિય સમાજના મતોને એકઠા કરીને ગેમચેલેન્જર તરીકે ચુંટણી માં જંપલાવનાર છૂ જયારે ભરતભાઈ ઉનાવા કોળી ઠાકોર સમાજના મતોને એકઠા કરી રહેલ છે... સરવાળે જ્ઞાતિ આધારિત તોડ,મોડ અને જોડની નીતીઓ સામે મતદારોની વ્યથા વિસરાઈ ગયેલ છે