મામલતદાર કચેરી પાલનપુર ખાતે અચૂક મતદાન સંદર્ભે સામુહિક સિગ્નેચર અભિયાન નો શુભારંભ કરાયો..

પ્રાંત અધિકારી શ્રી સુશીલ પરમારે પ્રથમ સિગ્નેચર કરી અચૂક મતદાન કરવા મતદારો ને અપીલ કરી..

વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ અન્વયે તા.૫ મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન અંગે મતદાતાઓમાં જાગૃતિ કેળવાય એ માટે તા .૧૯ નવેમ્બરના રોજ મામલતદાર કચેરી પાલનપુર ખાતે ખાતે અચૂક મતદાન સંદર્ભે ૧૨ - પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમારે પ્રથમ સિગ્નેચર કરી સામૂહિક સિગ્નેચર અભિયાનનો શુભારંભ કરાવી ૧૨ - પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના કુલ –૨૮૨ મતદાન મથકો ખાતે અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી..

         ત્યારબાદ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદાર , પાલનપુર ( તાલુકા ) તેમજ મામલતદાર પાલનપુર ( શહેર ) અને કચેરીના તમામ સ્ટાફ દ્વારા સામૂહિક સિગ્નેચર અભિયાનમાં સિગ્નેચર કરીને ભાગ લઈને ભારતના બંધારણને સાક્ષી માનીને આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ ધર્મ , જાતિ , ભાષાના ભેદભાવથી દુર રહીને અચુક મતદાન કરીને લોકશાહીના અવસરને ઉજવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે કચેરીમાં આવતા નાગરીકોમાં અવશ્ય મતદાન કરવા બાબતની મતદાન જાગૃતિની થીમ અંગેની સ્ટેન્ડી પ્રદર્શિત કરવામાં આવી હતી એમ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ૧૨ – પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને માલતદાર પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.