ફતેપુરા તાલુકા ના બલૈયા ગામે અઠવાડિયા અગાઉ મારામારી નો બનાવ બનવા પામ્યો હતો જેમાં એક યુવાન નું સારવાર દરમિયાન મોત નીપજીયું હતું જેની ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જયારે ફરિયાદ નોંધાયા ને આજે અઠવાડિયા ઉપરાંત નો સમય વીતી ગયો છે છતાં પણ આરોપી ઓ ને ઝડપવા માં વિલંબ થતા દાહોદ જિલ્લા કલેકટર,પોલીસ અધિક્ષક દાહોદ જિલ્લા, ફતેપુરા પી.એસ.આઈ તેમજ સુખસર પી.એસ.આઈ ને લેખિત રજૂઆત કરવા માં આવી હતી અને ચીમકી ઉચ્ચારવા માં આવી હતી કે આરોપીને ની ધરપકડ ન કરવામાં આવે તો સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં આમરણાંત ઉપવાસ આંદોલન કરવા ની ચીમકી ઉચ્ચારી હતી જેને લઈ આજે સુખસર પોલીસે સ્ટેશન ના પટાંગણમાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા.
(રચનાત્મક ચિત્ર)
રિપોર્ટ-રાજ કાપડિયા-- દાહોદ
9879106469
પ્રાપ્ત વિગત અનુસાર ૧૦ નવેમ્બવર ના રોજ મૃતક અને તેનો મિત્ર બંને ફતેપુરા કોર્ટમાં મુદ્દત ભરી ને આવતા હતા તે દરમિયાન બલૈયા ગામમાં આવતા ૧૨ જેટલા હુમલાખોરો એ જીવલેણ હુમલો કાર્યો હતો અને સારવાર દરમિયાન સુખસર સંગાડા ફળિયામાં રહેતા ટીનાભાઈ રામાભાઈ સંગાડાનું સારવાર દરમિયાન મોતની નિપજ્યું હતું અને જેની ૧૧ નવેમ્બર ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન માં ૧૨ જેટલા આરોપીઓની વિરૂદ્ધ હત્યાં નો ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ હત્યા નો ગુનો નોંધાયા ને અઠવાડિયા ઉપરાંત સમય વીતી જવા છતાં પોલીસ તંત્ર દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો ન હોવા થી મૃતક યુવાનની માતાએ સ્થાનિકથી લઈ જિલ્લા કક્ષા સુધીના લાગતા-વળગતા તંત્રોને રજુઆત કરી યોગ્ય ન્યાય ની માંગ કરી હતી અને ન્યાય ન મળે તો સુખસર પોલીસ સ્ટેશન પટાગણમાં આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર ઉતારવા ની ચીમકી ઉચ્ચારી હતી જેને લઈ સુખસર પોલીસ સ્ટેશન પટાગણમાં આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા.
જાેકે ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા મૃતકના પરિવારજનોને પોલીસ દ્વારા બે દિવસનો સમય આપવા માંગ કરવામાં આવી રહી છે જ્યારે મૃતક યુવાનના પરિવારજનો તાત્કાલિક આરોપીનો ઝડપો પછી જ અમો અમારૂં આંદોલન સમેટીશું ની હઠ લઈને બેઠા હોવાનું જાણવા મળે છે જ્યારે મૃતકના પરિવાર જનોને પોલીસ દ્વારા સમજાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ પરિવારજનો પોલીસની વાત માનવા તૈયાર નથી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી પાડવા નું જણાવી રહ્યા છે હાલ મૃતક યુવાનના પરિવારજનો સુખસર પોલીસ સ્ટેશન સામે બેસી ગયા છે અને આરોપીઓને ઝડપ્યા વિના કોઈ વાત સાંભળવા તૈયાર નથી.