વઢવાણ વિધાનસભામાં ચૂંટણીનો જંગ બરોબર જામી ગયો છે.ત્યારે આપના માલધારી સેલના કન્વીનર પોતાના 150 થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. સંયુકત પાલિકાની ચૂંટણીમાં અપક્ષ જીતનાર વોર્ડનં 9 સભ્ય ભાજપમાં જોડાઇ ગયા હતા. ભાજપનો ગઢ ગણાતો વઢવાણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ કચાસ રાખવા માંગતુ નથી અને આથી જ કોંગ્રેસ અને આપના એક પછી એક ભાજપ કાંગરા ખેરવી રહયુ છે.સુરેન્દ્રનગરમાં મેગા મોલખાતે ભાજપની જાહેર સભા યોજાઇ હતી.જેમા આપના માલધારી સેલના કન્વીનર બળદેવભાઇ ભરવાડ પોતાની સાથે 100 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. જયારે કોંગ્રેસના પુર્વ ડેલીગેટ જગદીશભાઇ ખેર પણ પોતાની સાથે 150થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર નગરપાલિકામાં વોર્ડ નં 9 માંથી 3 વખત કોંગ્રેસ માંથી 1 વાર ભાજપ માંથી અને આ વખતે યોજાયેલી સંયુકત પાલિકાની ચૂ઼ંટણી માં અપક્ષ તરીકે ચૂંટાયેલા ઇશ્વરભાઇ વેગડ પણ ભાજપમાં જોડાઇ ગયા હતા. તમામ આગેવાનોને વર્ષાબેન દોશી, જગદિશભાઇ મકવાણા અને હિતેન્દ્રસિંહ ચૌહાણે ખેસ પહેરાવ્યા હતા.