ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.