કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ દાહોદ જિલ્લાના સ્પર્ધકો અને કલાકારોએ ૨૦/૧૨/૨૦૨૪ સુધી અરજીઓ મોકલી આપવાની રહેશે - રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૪-૨૫’ નું આયોજન કરવામાં આવનાર છે. આ કલા મહાકુંભમાં (૧)૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪(ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) તા.૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ગણવાની રહેશે. કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુગમ સંગીત (૧૯)લગ્ન ગીત (૨૦)સમૂહ ગીત (૨૧)લોકગીત/ભજન (૨૨)હાર્મોનીયમ(હળવું) (૨૩)તબલા (૨૪)ઓરગન (૨૫)સ્કુલ બેંડ (૨૬)વાંસળી (૨૭)સિતાર (૨૮)ગિટાર (૨૯)સરોદ (૩૦)સારંગી (૩૧)પખાવજ (૩૨)વાયોલીન (૩૩)મૃદંગમ (૩૪)રાવણ હથ્થો (૩૫)જોડિયા પાવા (૩૬)એક પાત્રીય અભિનય (૩૭)ભવાઇ, એમ કુલ ૩૭ કૃતિઓનું તાલુકાકક્ષા થી લઇ ને જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને રાજ્યકક્ષા એમ ક્રમશ: આયોજન કરવામાં આવશે.
કલા મહાકુંભ:૨૦૨૪-૨૫ માં ભાગ લેવા ઇચ્છતાં દાહોદ જિલ્લાના સ્પર્ધકોએ નિયત નમુનામા અરજી ફોર્મ કચેરી થી મેળવી પોતાની સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ સાથે તાલુકાકક્ષા, સીધી જિલ્લા, સિધી પ્રદેશ, સિધી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દાહોદ, પ્રથમ માળ, જિલ્લા સર્વે ભવન, જિલ્લા સેવા સદન દાહોદ” ખાતે તા:૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જણાવે છે.