મહેસાણા નગર નિયોજકની કચેરી માં ફરજ બજાવતો વગૅ 3 નો કમૅચારી રૂ 13 હજારની લાંચ લેતા પાટણ એસીબી નાં હાથે રંગે હાથ ઝડપાતા લાચ્યા કમૅચારીઓ અને અધિકારીઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ બાબતે મળતી હકીકત મુજબ મહેસાણા નગર નિયોજકની કચેરી માં વગૅ 3 નાં કમૅચારી તરીકે ફરજ બજાવતા કેશાભાઈ ઉર્ફે કેશુભાઈ નારણભાઈ પટેલ દ્વારા અરજદાર પાસે પોતાના ખરીદ કરેલાં પ્લોટ પર મકાન બનાવવા પ્લોટ નાં નકશો દસ્તાવેજ બનાવવા જરૂરી રેકર્ડ કાઠી આપવા માટે રૂ 13 હજારની માંગણી કરી હતી પરંતુ અરજદાર તે રકમ આપવા માંગતા ન હોય અને આવા લાચ્યા કમૅચારીને સબક શીખવાડવા તેઓએ આ બાબતે પાટણ એસીબી કચેરી નો સંપર્ક કરી સધળી હકીકત જણાવતાં પાટણ એસીબી પીઆઈ એમ.જે.ચૌધરી સહિતની ટીમે છટકું ગોઠવી કમૅચારીને સિધ્ધપુર ખળી ચાર રસ્તા પાસે બોલાવી અરજદાર પાસે થી લાંચની રકમ રૂ.13 સ્વિકારતા રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ એસીબી ની આ ટ્રેપ દરમિયાન ટ્રેપીંગ અધિકારી એમ.જે.ચૌધરી, પીઆઈ પાટણ એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ સાથે સુપર વિઝન અધિકારી તરીકે કે એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ ભુજ હાજર રહ્યા હતા.

પાટણ એસીબીએ મહેસાણા નગર નિયોજકની કચેરી માં ફરજ બજાવતા વગૅ 3 નાં કમૅચારી ને રૂ.13 હજારની લાંચ લેતા ઝડપ્યો હોવાનાં સમાચાર ને પગલે લાંચીયા અધીકારીઓ અને કર્મચારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.