ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના ટેક્સ પેટે બે વર્ષમાં 39 હજાર કરોડ રૂપિયા ...

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ અંશતઃ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાંથી થયેલી આવકનો મુદ્દો ઉછળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવામ આવતા ટેક્સનો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. સરકારે ગૃહમાં કબૂલ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સરકારને પેટ્રોલના વેરામાંથી 12.050 કરોડ અને ડીઝલના વેરામાંથી 27,559.46 કરોડ રૂપિયાની આવક થઈ છે.