વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી નજીક ના દિવસોમાં યોજાવા જય રહેલ છે આજરોજ ધારી-બગસરા-ચલાલા-ખાંભા ૯૪ વિધાનસભા માટે કુલ ૧૧ ઉમેદવારો ના નામ ફાઈનલ થયેલ છે. આમ જોવા જઈએ તો ભાજપ-કોંગ્રેસ-આપ ની વચ્ચે આ ત્રિપાંખીયો જંગ છે પરંતુ આ ચુંટણી જંગમાં ભરતભાઇ ઉનાવા, પાયલબેન પટેલ અને ઉપેન્દ્ર ભાઈ વાળા જેવા પીઠ રાજકીય આગેવાનો ની હાજરી માત્ર થી ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ની હારજીત ના સમીકરણો બદલાય શકાય છે. ઉપેન્દ્ર ભાઈ વાળાની રાજકીય સફર થી ભાગ્યેજ મતદારો અજાણ હશે ઉપેન્દ્ર ભાઈ ચલાલા વિસ્તારમાંથી આવી રહેલા છે જયારે પાયલબેન પટેલ અને ભરતભાઇ ઉનાવા બગસરા વિસ્તારમાં થી આવે છે... આ ત્રણેય ઉમેદવાર પોતપોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ને ખાસ્સું નુકસાન કરી શકે છે. ઉપેન્દ્ર ભાઈ વાળાએ ગત જીલ્લા પંચાયત ની ચુંટણી માં પુર્વ ધારાસભ્ય મનસુખ ભાઈ ભુવા ને કારમી હાર નો સ્વાદ ચખાડેલ... ત્રણ રાજકીય દિગ્ગજો નો ખેલ ત્રણ ખેલાડી બગાડે તો નવાઈ નહી.